લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 6 માર્ચથી રાજકોટથી કુંભ અને 20 માર્ચથી દક્ષિણ દર્શન યાત્રા માટે ટ્રેન શરૂ થશે

ભારતીય રેલ્વે કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન રિજીનલ ઓફીસ અમદાવાદ દ્વારા યાત્રીઓની વિશેષ માંગને ધ્યાનમાં રાખીને આગામી 06 માર્ચ અને 20 માર્ચ 2021ના રોજ વિશેષ યાત્રા ટ્રેન તમામ પોસ્ટ કોવિડ ધોરણોને ધ્યાનમાં રાખીને ચલાવી રહ્યા છે. 06 માર્ચ 2021ના રોજ રાજકોટથી ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન ઉપડશે.આ પહેલી ટુર રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે.આ ટ્રેનયાત્રામાં ધાર્મિક સ્થળો જેવાકે મથુરા,હરીદ્વાર,ઋષિકેશ,અમૃતસર,વાઘા બોર્ડર,માતા વૈષ્ણોદેવીના દર્શન કરવામાં આવશે.જયારે બીજી ટ્રેન રાજકોટથી આગામી 20 માર્ચ 2021ના રોજ દક્ષિણદર્શન માટે રાજકોટથી ઉપડશે જે રાજકોટ પરત આવશે.આમ આ બંને ટ્રેનના મુસાફરી પેકેજમાં ભોજન,માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા,ધર્મશાલા,આવાસ અને ટુર એસ્કોર્ટ,કોચ સુરક્ષા ગાર્ડની અને સફાઇ કર્મચારી,સુરક્ષા અને એનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે.