લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં ૭૫ દિવસ બાદ કોરોનાના 5 હજારથી વધુ કેસો નોધાયા

મહારાષ્ટ્રમાં ૭૫ દિવસ પછી ૫૦૦૦થી વધુ કોરોનાના નવા કેસો સામે આવ્યા છે.આમ ૫૦૦૦થી વધુ કેસો પૈકી મોટાભાગના કેસો અકોલા અને નાગપુરમાં નોધાયા છે.નવા ૫૪૨૭ નવા કેસો સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૦,૮૧,૫૨૦ થઇ ગયા છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ ૩૮ લોકોના મોત થતા રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને કુલ ૫૧,૬૬૯ થઇ ગઇ છે.આ અગાઉ 4 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના ૫૨૨૯ કેસ નોંધવામાં આવ્યા હતાં ત્યારબાદ કેસોમાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો હતો.આમ કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે.જેમાં અમરાવતી,નાગપુર,બુલઢાણા,યવતમાળ,અકોલા,પરભણી,જાલના જિલ્લાઓનો સમાવેશ થાય છે.