લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કોરોના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વિદેશ યાત્રા- આગામી 26મીએ બાંગ્લાદેશ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાકાળ પછી પ્રથમવાર આગામી 26 માર્ચે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી વિદેશયાત્રા કરશે.જેમાં તેઓ બાંગ્લાદેશને ઈ.સ.1971માં મળેલી આઝાદીની સુવર્ણજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં જોડાશે.આમ મોદીની બે દિવસની બાંગ્લાદેશ યાત્રા પોતાના સંબંધો વિશે ભારતના પ્રયાસોને દર્શાવે છે.અગાઉ નવેમ્બર 2019માં વડાપ્રધાને છેલ્લી વિદેશયાત્રા કરી હતી.તેમજ વર્ષ 2020માં કોરોના વાયરસના વધતાં ઉપદ્રવના લીધે તમામ પ્રવાસો રદ કરવા પડયા હતા.

શેખ મુજીબુર રહેમાને અગાઉ પાકિસ્તાનનો ભાગ રહી ચૂકેલા બાંગ્લાદેશનો 26 માર્ચ,1971ના દિવસે પાકિસ્તાનથી અલગ- સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો.ત્યારે આગામી 26 માર્ચ,2021ના રોજ પ્રસંગને 50 વર્ષ પૂરા થશે.આ પ્રસંગે બાંગ્લાદેશમાં યોજાનારા કાર્યક્રમમના મુખ્ય અતિથિ વડાપ્રધાન મોદી રહેશે.આ કાર્યક્રમ બાંગ્લાદેશની શેખ હસીના સરકાર કરી રહી છે. 1971માં બાંગ્લાદેશ નિમિત્તે થયેલા યુધ્ધમાં ભારત, બાંગ્લાદેશને સાથ આપી પાકિસ્તાની દળોને જોરદાર રીતે પરાસ્ત કરવામાં સફળ રહ્યું હતુ.જેના લીધે 16 ડિસેમ્બર,1971ના દિવસે પાકિસ્તાની દળો ભારતને શરણે આવ્યા હતા.