લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બ્રેડમેન બાદ કેપ્ટન તરીકે સળંગ ત્રણ વખત 150 પ્લસ કરનાર જો રુટ

ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી કરવા દરમિયાન કેપ્ટન તરીકે સળંગ ત્રણ વખત ૧૫૦ પ્લસ રન કરવાના ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની બરોબરી કરી હતી.આમ રુટે ભારત સામે ૨૧૮ રન ફટકારતા પૂર્વે શ્રીલંકા સામે ૨૨૮ અને ૧૮૬ રન ફટકાર્યા હતા તેની સાથે જ તે સળંગ ત્રણ ટેસ્ટમાં ૧૫૦ પ્લસ રન કરનારો સાતમો બેટ્સમેન બની ગયો છે.આ ક્લબમાં ટોમ લાથમ,કુમાર સંગાકકારા,મુદસ્સર નઝર,ઝહીર અબ્બાસ,ડોન બ્રેડમેન અને વોલી હેમંડનો સમાવેશ થાય છે.જેમાં કુમાર સંગાકારાએ સળંગ ચાર ટેસ્ટમાં સદી ફટકારી હતી.

આમ ભારત સામે ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારવા દરમિયાન જો રુટે એલેક સ્ટુઅર્ટને વટાવી ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કરનારાઓમાં ત્રીજા ક્રમે આવી ગયો છે.આમ તેણે પોતાના કેરિયરની કુલ પાંચ બેવડી સદી કરી છે.જેમાથી બે બેવડી સદી તો તેણે ચાલુ વર્ષે મારી છે.આ સાથે તેણે ભૂતપૂર્વ કેપ્ટન એલેક સ્ટુઅર્ટની પાંચ બેવડી સદીના રેકોર્ડની બરોબરી કરી છે.આમ ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સાત બેવડી સદી વોલી હેમંડે ફટકારી છે.

આમ રુટે ઇંગ્લેન્ડના કેપ્ટન તરીકે ત્રણ બેવડી સદી ફટકારી છે અને આ સદી ઇંગ્લેન્ડના કોઈપણ ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન કરતાં બે સદી વધારે છે.આમ ભારતની ધરતી પર ભારતની સામે સદી કરનારો છેલ્લો બેટ્સમેન ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કલુમ હતો.તેણે વર્ષ ૨૦૧૦માં હૈદરાબાદ ખાતે ભારત સામે ૨૨૫ રન કર્યા હતા.આ સાથે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રનમાં એલેક સ્ટુઅર્ટને વટાવી તે ત્રીજા ક્રમે આવી ગયો છે.જેમાં તેમણે કુલ ૧૦૦ ટેસ્ટમાં ૮,૪૬૭ રન કર્યા છે.આમ હવે તેની આગળ ૮,૯૦૦ રન સાથે ગ્રેહામ ગૂચ અને ૧૨,૪૭૨ રન સાથે એલિસ્ટર કૂક છે.