લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પાંચ મહિના બાદ કોરોનાના કેસ 50,000ને પાર થયા

દેશમાં કોરોનાની બીજી લહેરને લીધે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે હોળી-ધૂળેટી,ઈદ તેમજ ધાર્મિક તહેવારોના સમયગાળામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ માર્ગદર્શિકા જાહેર કરી જાહેર ઉજવણી ટાળવા આદેશ આપ્યા છે.જોકે કોરોનાના કેસોમાં છેલ્લા 15 દિવસમાં ઉછાળો જોવા મળ્યો છે.જેમાં ગુરુવારે 24 કલાકમાં કોરોનાના નવા 53,476 કેસ નોંધાયા છે,તેમજ 251 દર્દીનાં મોત થયા છે.ત્યારે કોરોનાના કુલ કેસનો આંકડો 1,17,87,534 પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

આમ છેલ્લા એક પખવાડિયાથી સક્રિય કેસોમાં વધારો જોવા મળતા આ આંક 3,95,192 પર પહોંચ્યો છે જે કુલ કેસના 3.35 ટકા છે. ત્યારે બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થતાં દર્દીઓનો ગ્રાફ નીચે ગયો છે અને રિકવરી રેટ 95.28 ટકા થયો જ્યારે કુલ મૃત્યુઆંક 1,60,692 થયો છે.જ્યારે અત્યારસુધીમાં કોરોનાથી રિકવરી થયેલા દર્દીઓની સંખ્યા 1,12,31,650 થઈ છે.