લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આગામી એક વર્ષમાં કોરોનાના તમામ સ્ટ્રેઈન્સને હરાવનારી વેક્સિન તૈયાર થશે

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કરેલા દાવા મુજબ કોરોના વાયરસના તમામ સ્ટ્રેઈન્સને હરાવનારી યુનિવર્સલ વેક્સિન તૈયાર થતા એક વર્ષનો સમય લાગી જશે.આમ એક વર્ષમાં જે વેક્સિન તૈયાર થશે તેનાથી કોરોનાના કોઈપણ સ્ટ્રેઈન કે વેરિયન્ટ વાયરસને હરાવી શકાશે.આમ બ્રિટિશ વૈજ્ઞાનિકો વર્તમાન સમયમાં વિશ્વમાં ઉપસ્થિત તમામ કોરોના વેક્સિનનો અભ્યાસ કરી રહ્યા છે.

નૉટિંઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સાથે યુકેની દવા કંપની સ્કૈનસેલ પણ વેક્સિનને વિકસિત કરવાના કામમાં લાગી છે.આ કંપની કેન્સરની દવાઓ પણ બનાવે છે.આમ યુનિવર્સિટી અને દવા કંપની બંને મળીને ન્યૂવેરિએન્ટ પ્રુફ કોરોના વેક્સિન બનાવવામાં લાગેલા છે ત્યારે આશા છે કે આ પ્રકારની વેક્સિન વર્ષ 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જાય તેવું લાગે છે.

આમ વૈજ્ઞાનિકોના મત મુજબ યુનિવર્સલ કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ વર્ષના પાછળના 6 મહિનામાં શરૂ થઈ જશે.હાલ વૈજ્ઞાનિકો ઉંદરો પર આ વેક્સિનની તપાસ કરશે.ત્યારબાદ તેના સકારાત્મક રિપોર્ટ્સ મળ્યા બાદ હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે.

સ્કૈનસેલના ચીફ મેડિકલ અધિકારી ડૉ. ગિલિસ ઓબ્રાયન ટીયરે જણાવ્યું હતું કે હાલ તેઓ નહીં કહી શકે કે, પૈન-કોરોના વાઈરસ વેક્સિન બનશે પરંતુ તેમાં એ ક્ષમતા છે કે તે કોરોના વાઈરસના જે ભાગ પર હુમલો કરશે તેનાથી અનેક વાઈરસને મારવામાં સક્ષમ બની જશે અથવા તેને નિષ્ક્રિય કરી દેશે.

આમ જેમ-જેમ મનુષ્ય કોરોના વાઈરસ સામે સંઘર્ષ કરવા તૈયારી કરી રહ્યો છે તેમ-તેમ વાયરસ સતત મ્યુટેટ થતો જઈ રહ્યો છે.ત્યારે એક એવી વેક્સિનની જરૂર છે જે અનેક વેરિયન્ટ્સ કે કોરોના સ્ટ્રેઈન્સને એક જ હુમલામાં નિષ્ક્રિય કરી શકે.આમ જૂના કોરોના વાઈરસની લહેર બાદ 3 નવા વેરિયેન્ટ્સે વિશ્વને હેરાન કરી મુક્યું છે.