લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી સમયમાં ભારત વેકસીનનો સૌથી મોટો નિકાસકાર દેશ બનશે

વિશ્વમાં કોરોના સંક્રમણનો મુકાબલો કરવા ભારત એક મોડેલ બની ગયુ છે.ત્યારે અમેરિકા-યુરોપ સહિતના દેશોમાં જયારે કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમીત બન્યા છે અને મૃત્યુઆંક લાખોમાં છે.ત્યારે ભારતમાં સંક્રમણને કાબુમાં લેવા માટે સફળ રહ્યા છીએ.ત્યારે હવે કોરોના વેકસીનેશનમાં પણ ભારત વિશ્વમાં સૌથી ઝડપી વેકસીનેશનમાં સમાવેશ થયુ છે અને વિશ્વના કોઈપણ દેશ કરતા કોરોના વેકસીન ઉત્પાદનમાં પણ ભારત આગળ જોવા મળે છે.આમ વિશ્વના 34 દેશો ભારત પાસે વેકસીન મેળવવાની લાઈનમાં છે.આમ ભારતમાં વેકસીનેશન શરૂ થયું ત્યારથી અત્યારસુધીમાં 1 કરોડથી વધુ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે.ત્યારે ભારતની કોવિશિલ્ડ અને કોવિકસીન વેકસીન સફળ રહી છે