લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી ત્રણ દિવસ મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણમાં મુશળધાર વરસાદની શક્યતા

સમગ્ર ભારતના હવામાનમાં કેટલાક ફેરફારો થઇ રહ્યા છે.ત્યારે છેલ્લા ઘણા દિવસથી મહારાષ્ટ્રમાં કમોસમી વર્ષા અને કરા સાથે તોફાની પવનનો માહોલ સર્જાઇ રહ્યો છે.ત્યારે અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વ ભાગમા 14 મેની સવારે હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે.જે લો પ્રેશર 15 મેએ લક્ષદ્વિપ અને તેના નજીકના દરિયાઇ ક્ષેત્રમાં ડિપ્રેશનમાં ફેરવાઇ જાય તેવી શક્યતા છે.આ સાથે આ પરિબળ ધીમે ધીમે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ફંટાઇને 16 મેના રોજ સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરે તેવાં પરિબળો ઘૂમરાઇ રહ્યાં છે.આમ બદલાયેલા કુદરતી પરિબળોની વ્યાપક અસરથી 14,15, અને 16 મે 2021 એમ ત્રણ દિવસ દરમિયાન રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ અને ગોવાના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે વર્ષા થાય તેવી શક્યતા છે.