કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા ગત વર્ષમાં યાત્રા પ્રતિબંધ લગાવ્યા હતા.જેની અસર ભારતના પ્રવાસન ક્ષેત્ર પર પડી છે.જેના કારણે વર્ષ 2020મા દેશમાં 30 લાખ કરતા પણ ઓછા વિદેશી પ્રવાસીઓ આવ્યા છે.આમ વર્ષ 2019ના વર્ષની સરખામણીમાં આ આંકડો 75 ટકા ઓછો છે.
આમ ભારત એ વિશ્વભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું સ્થળ છે.જ્યાં દેશવિદેશના અનેક લોકો દર વર્ષે ભારતના પ્રવાસે આવે છે.જેમાંથી કેટલાય લોકો એવા પણ હોય છે કે જો લાંબાસમય સુધી ભારતમાં રોકાય છે.આમ આ બધા પ્રવાસીઓ ભારતના પ્રવાસન ઉદ્યોગનું મહત્વનું અંગ છે.તેવામાં ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉન અને યાત્રા પ્રતિબંધ જેવી પરિસ્થિતિના કારણે ભારતમાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો થયો હતો.વર્ષ 2019માં વિદેશી પ્રવાસોની સંખ્યા 1.93 કરોડ હતી,વર્ષ 2018માં 1.56 કરોડ હતી.વર્ષ 2017માં ભારતના પ્રવાસે આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1.4 કરોડ પર પહોંચી હતી.આમ ગયા વર્ષે માત્ર 26 લાખ 80 હજાર વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા.જેના કારણે પ્રવાસન ઉધોગને મોટું નુકસાન થયું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved