લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગ્રા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત 6નાં મોત,વાહનોની લાઇટ સવારે પણ ચાલુ રાખવી પડી

દિલ્હી અને એનસીઆરમાં તાપમાનમાં વધારા સાથે ગાઢ ધુમ્મસ છવાતા એર ક્વોલિટી ઇંડેક્સ અત્યંત ખરાબ સ્તર પર પહોંચી ગયુ છે.ત્યારે ગાઢ ધુમ્મસને કારણે લોકોને સવારે પણ પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખીને રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું.આમ ગાઢ ધુમ્મસને કારણે આગ્રા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે.આમ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં વરસાદ પડવાની શક્યતા છે.ત્યારે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે લો વિઝિબિલિટી હોવા છતાં વિમાનોની અવર-જવર સામાન્ય રીતે ચાલુ રહેશે.

આમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુજબ દિલ્હી-એનસીઆરમાં ગાઝિયાબાદની હવા સૌથી ખરાબ છે.જ્યાં એર ક્વોલિટી ઇંડેક્સ 372 સુધી પહોંચી ગયું છે.જ્યારે ગ્રેટર નોઇડામાં 352,દિલ્હીમાં 341,ગુરુગ્રામમાં 347,ફરિદાબાદમાં 326ના ભયજનક સ્તરે પહોંચી ગયો છે.આમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું અનુમાન છે કે હવાની ગતિમાં ઘટાડો થવાને કારણે લોકોને પ્રદૂષણથી રાહત મળવાની કોઈ શક્યતાઓ જોવા મળતી નથી.આમ આગામી બે દિવસ સુધી પ્રદૂષણનું સ્તર આની આસપાસ રહેવાની સંભાવના છે.

ઉત્તરપ્રદેશના કન્નોજમાં સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મૃત્યુ થયાં છે.આ અકસ્માત લખનઉ-આગ્રા એક્સપ્રેસ પર તાલગ્રામ વિસ્તારમાં સર્જાયો હતો.જેમાં લખનઉથી એક પરિવાર બાલાજી મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.પરંતુ ગાઢ ધુમ્મસને કારણે કાર એક ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી જેમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયાં હતાં.