લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે,નારણપુરામાં 18 એકર જમીનમાં બનશે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું છે.ત્યારે હવે અમદાવાદ ભારતમા સ્પોર્ટ્સ સિટીના નામથી ઓળખાશે.શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાડ,ઓલમ્પિક જેવી સ્પોર્ટ્સ કોમ્પિટિશનો યોજાઈ શકશે.જેમાં શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે તેની સાથે નારણપુરામાં 18 એકરમાં 458 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર થવા જઈ રહ્યું છે.જ્યાં કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ શકશે.આમ નવા તૈયાર થનારા સ્પોર્ટ્સ સંકુલમાં 3 હજાર એપાર્ટમેન્ટ બનશે. જેમાં 12 હજાર બાળકો રહી શકશે.જેઓ એકસાથે કોચિંગ લઈ શકશે.આમ નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં ક્લબ હાઉસ,ઇન્ડોર,આઉટડોર ગેમ્સ,સહિતની સુવિધાઓ છે.આમ આ પ્રકારની સુવિધાઓ સાથે અમદાવાદ શહેર દેશ અને વિશ્વમા રમત-ગમત ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતું શહેર બનશે.તેમજ સ્ટેડિયમ અને એન્કલેવ સાથે 65 જેટલી શાળાઓને જોડવાનો નિર્ણય કરવાથી શાળાના વિધાર્થીઓ રમત-ગમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મેળવી શકશે.