લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ટી-20 મેચની સિરીઝ રમાશે

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ બાદ 5 ટી-20 મેચની સિરીઝ રમાશે.જે સિરીઝ આગામી 12 માર્ચથી શરૂ થશે.આ મેચની ઓનલાઇન ટિકિટનું બુકીંગ book myshow પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે.આમ આ સ્ટેડિયમની કેપિસિટી 1 લાખ 32 હજાર દર્શકોની છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની કેપિસિટીના 50 ટકા દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે.આમ ટી-20 મેચની ટિકિટ રૂ 500,1000,2000થી માંડીને 10 હજાર સુધીની રાખવામા આવી છે.જોકે મોટાભાગના લોકો 500વાળી ટિકિટ ખરીદતા હોય છે.ત્યારે હજી ઓફલાઇન ટિકિટ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.