રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.જેમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે આખરી ઓપ પણ આપી દીધો છે.ત્યારે આ વખતે ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીની સાથે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે.આમ આદમી પાર્ટી દ્વારા એક મહિના અગાઉ જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.હવે રાજ્યમાં ‘આપ’નો પ્રચાર કરવા માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો આગામી 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે.મનીષ સિસોદિયાના રોડ શોથી ‘આપ’ના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થશે.આ રોડ શો માટે પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે.આમ હવે અમદાવાદમાં આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરશે.
ગુજરાતમાં કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું હતું.સુરત,ડેડિયાપાડા,નર્મદા, મોરબી,જામનગર,પાટણ,રાજકોટ શહેર,રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં.આમ ઉમેદવારોના જાહેર કરાયેલા લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારો સામેલ હતાં.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved