લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આજે અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી-૨૦ની શ્રેણી અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે.જેમાં કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય ધ્યેય ઓક્ટોબરમાં રમાનારા વર્લ્ડકપ માટે મુખ્ય ટીમ સુનિશ્ચિત કરવાનું છે.આમ કોહલીએ ઓપનર નક્કી કર્યા પછી ચોથા અને પાંચમાં સ્થાન માટે શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવમાંથી કોને નક્કી કરે છે તે જોવાનું રહેશે.કોહલીએ ઓપનર તરીકે રોહિત શર્મા અને કે.એલ રાહુલને નક્કી કરી લીધા છે. શિખર ધવનને તેમની અવેજીમાં ત્રીજા ઓપનર તરીકે રાખ્યો છે.આ ઉપરાંત કોહલી રિષભ પંત અને હાર્દિક પંડયામાંથી કોની પસંદગી છઠ્ઠા સ્થાન માટે કરે છે તે જોવાનું રહેશે.પંતનું ફોર્મ સારૂ છે જ્યારે પંડયા પણ ઓલરાઉન્ડ ક્ષમતા ધરાવે છે.ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો તેમાં નટરાજનની ગેરહાજરીમાં ભુવનેશ્વરકુમાર બોલિંગ આક્રમણ સંભાળશે.જ્યારે સ્પિનમાં તેને સાથ આપવા યુઝવેન્દ્ર ચહલ હશે.ઇંગ્લેન્ડની સ્પિન બોલરો સામેની નબળાઈને જોતા યહલને સુંદર તેમજ અક્ષર પટેલ સામે તક મળી શકે છે. જ્યારે બીજા બોલર તરીકે શાર્દૂલ ઠાકુર,દીપક ચહર અને નવદીપ સૈની વચ્ચે સ્પર્ધા હશે.

જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં મોર્ગન ઉપરાંત બેન સ્ટોક્સ,જોસ બટલર,જેસન રોય નિશ્ચિત મનાય છે.મોટેરાની પીચ ફ્લેટ પીચ હશે.ઇંગ્લેન્ડ તેની ટીમમાં વધુને વધુ ઓલરાઉન્ડરો સમાવવાનું છે.જેમાં વિકેટકીપર બેટ્સમેન બટલર ઉપરાંત સ્ટોક્સ,જોર્ડન,મોઇન અલી વગેરેનો સમાવેશ થાય છે.જ્યારે બોલિંગ આક્રમણ જોફ્રા આર્ચર સંભાળશે.

ભારતીય ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન),રોહિત શર્મા(વાઇસ કેપ્ટન),કે.એલ રાહુલ,શિખર ધવન,શ્રેયસ ઐયર,સૂર્યકુમાર યાદવ,રિષભ પંત,હાર્દિક પંડયા,યુઝવેન્ડ્ર ચહલ,ભુવનેશ્વરકુમાર,અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર,શાર્દૂલ ઠાકુર,નવદીપ સૈની,દીપક ચહર,રાહુલ તેવટિયા,ઇશાન કિશન

ઇંગ્લેન્ડ- ઓઇન મોર્ગન(કેપ્ટન),જોસ બટલર,જેસન રોય,બેન સ્ટોક્સ,લિયામ લિવિંગસ્ટોન,ડેવિડ મલાન,મોઇન અલી,આદિલ રશીદ,રીસ ટોપલી, ક્રિસ જોર્ડન,માર્ક વૂડ,સેમ કરન,ટોમ કરન,સેમ બિલિંગ્સ,જોની બેરસ્ટો,જોફ્રા આર્ચર