લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અમદાવાદ ખાતે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિન લીધી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદના એપોલો હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. આમ દેશમાં કોરોના વેક્સિન અભિયાનના બીજા તબક્કાની શરૂઆત થઇ ચૂકી છે.જેમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.ત્યારે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.ત્યારબાદ કેટલાક નેતાઓએ વેક્સિન લીધી હતી.જે બાદ આજે રવિ શાસ્ત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

આમ ભારતીય ક્રિકેટ ટીમ ૪ માર્ચે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ રમશે. આમ આ સીરિઝમાં ભારત ૨-૧થી આગળ છે.જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ પણ અમદાવાદમાં જ રમાશે.આમ ટેસ્ટ સીરિઝ બાદ ભારતીય ટીમ 5 ટી-૨૦ મેચ અને 3 વનડે મેચ પણ રમશે.