ભારતમાં કોરોના પછી ક્રિકેટની રમત વાપસી માટે તૈયાર છે.ત્યારે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ચેન્નાઈના એમ.ચિદમ્બરમ્બ ખાતે રમાશે.જેમાં પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નથી,જ્યારે બીજી ટેસ્ટ અંગે સસ્પેન્સ યથાવત છે.ત્યારે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ત્રીજી ટેસ્ટમાં મિનિમમ 50% દર્શકોને એન્ટ્રી મળશે તે નક્કી થઈ ગયું છે.મોટેરા ખાતેની સર્વપ્રથમ ટેસ્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહે તેવી શક્યતા છે.
આમ 27 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્પોર્ટ્સને રિઝ્યુમ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી.આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે છૂટ મળશે.જેમાં દરેક સ્પર્ધાનું ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ આયોજન થવું જરૂરી છે.આમ 2 દિવસ પહેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ અપડેટ કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર 100% દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રીની પરમિશન છે.
આમ અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે.18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ અમદાવાદ આવશે.જ્યાં આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.આમ જો બીસીસીઆઇ અને તામિલનાડું ક્રિકેટ એસોસીએસન વચ્ચેની વાતચીત સફળ થાય તો બીજી ટેસ્ટમાં પણ 50% દર્શકોને છૂટ મળી શકે છે.
બીસીસીઆઇએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે.ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 ટી-20 માટે અમદાવાદ આવશે.ટી-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.આમ મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે.મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી તેને હરાવ્યું છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved