લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હવા પ્રદૂષણથી ભારતના ઉદ્યોગોને વર્ષે 7100 અબજ રૂપિયાનું નુકસાન થયું

હવા પ્રદૂષણથી ભારતના ઉદ્યોગ જગતને વર્ષે 95 અબજ ડોલરનું નુકસાન થાય છે.આમ હવા પ્રદૂષણ એ કોઈ બિઝનેસ કે વ્યક્તિને સીધી નહીં પરંતુ આડકતરી રીતે નુકસાન કરે છે.આમ ભારતમાં સ્વાસ્થ્ય પાછળ વર્ષે જે સરેરાશ ખર્ચ કરવામાં આવે છે,તેના કરતા હવા પ્રદૂષણથી થનારા નુકસાનનો આંકડો દોઢગણો થવા જાય છે.આમ આનાથી કામદારોની કામ કરવાની ક્ષમતા પણ ઘટી રહી છે તેમજ શ્વાસ સબંધિત બિમારીઓ પણ સતત વધી રહી છે.આ સિવાય ખરાબ હવાને કારણે ખરીદી કરનારા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે જેના કારણે વર્ષે 22 અબજ ડોલરની ખરીદી ઓછી થાય છે.આમ જ્યારે દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું હોય તો હવા પ્રદૂષણને ગંભીરતાથી લઈ કામ કરવું પડશે.