લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અખાત્રીજે સોનામાં તેજી જોવા મળી- રૂા.200 વધ્યા

અમેરીકામાં વ્યાજદર વધવાની આશંકાથી સોના-ચાંદીના ભાવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મંદીનું વાતાવરણ હતું.પરંતુ આજે અખાત્રીજના પવિત્ર દિવસે સોનામાં તેજી જોવા મળી હતી.ત્યારે આજે સોનામાં રૂા.200 જ્યારે ચાંદીમાં રૂા.500નો ભાવવધારો થયો હતો.આમ કોરોના નિયંત્રણોને કારણે સોનીબજાર તથા ઝવેરીઓના શો-રૂમ બંધ હોવાછતાં કેટલાંક વેપારીઓએ ગ્રાહકોને શુકનવંતી ખરીદી માટે સવલત કરી આપી હતી.આમ માર્કેટમાં 10 ગ્રામ સોનું રૂા.200 વધીને 49,400 થયું હતું,જ્યારે ચાંદી રૂ.500ના વધારા સાથે 72,500 થઈ હતી.