લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સમગ્ર એપ્રિલ માસમાં રવિવારે રજાના દિવસે પણ વેકસીનેશન થશે

સમગ્ર દેશમાં આજથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેકસીનેશનનો પ્રારંભ થયો છે જેથી વેકસીન લેવામાં મોટો ધસારો થશે તેવા સંકેત મળતા કેન્દ્ર સરકારે સમગ્ર એપ્રીલ માસમાં રવિવાર સહીત તમામ 30 દિવસ કોઈપણ રજા વગર નિયત સમયમાં વેકસીનેશન કરવામાં આવશે.આ સુવિધા સરકારી અને ખાનગી વેકસીનેશન સેન્ટર પર મળશે.આમ દેશમા વર્તમાન સમયમાં વેકસીનેશનનો ત્રીજો તબકકો શરૂ થયો છે.ત્યારે અત્યારસુધીમાં 6.50 કરોડ લોકોને વેકસીન અપાઈ છે પરંતુ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા સરકાર હવે વેકસીનેશનમાં ઝડપ લાવવા માંગે છે.ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે વેકસીનની કોઈ તંગી કે અછત થવા દેવામાં આવશે નહી.દરેક કેન્દ્ર પર સતત સપ્લાય મળતી રહે તે નિશ્ચિંત કરવામાં આવ્યું છે.

કેન્દ્રએ રાજયોને વેકસીન બગડી ન જાય તે જોવા માટે સૂચનાઓ આપી છે.વર્તમાન સમયમાં 6% વેકસીન ડોઝ બગડી ચૂકયા છે.ત્યારે બીજીતરફ કોવિશિલ્ડ વેકસીનની શેલ્ફ લાઈફ વધારી 9 માસ કરવામાં આવી છે.