પેટ્રોલ-ડીઝલની સતત વધતી કિંમતોથી લોકો પરેશાન છે.ત્યારે આ મુદ્દાને લઈને રાજનીતિ પણ તેજ થવા લાગી છે.જેમાં દિલ્હીમાં કોંગ્રેસે ખાલી ગેસ સિલિન્ડર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી સવાલો કર્યાં છે.જેમાં કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે જણાવ્યું હતું કે મોદી સરકારે ખેડુતો સાથે બર્બરતાનું નક્કી કરી લીધુ છે.પરંતુ હવે દેશના દરેક ચુલા,દરેક ગૃહિણી અને આમ આદમીની કમર તોડવાનો નિર્ણય કરી લીધો છે.કેન્દ્ર સરકારે ચુલામાં પણ મોંઘવારીની આગ લગાવી દીધી છે.
આમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેટ્રોલ-ડિઝલના ભાવ 100 રૂપિયાની પાર થઈ ચુક્યા છે.ત્યારબાદ હવે રાંધણગેસના ભાવ પણ સતત વધી રહ્યાં છે.ત્યારે છેલ્લા 10 દિવસની અંદર રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં રૂ.75નો વધારો થયો છે.આમ 4 ફેબ્રુઆરીએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત રૂ.25 વધી હતી.ત્યારબાદ આજે વધુ રૂ.50 વધી છે.
આમ જે સિલિન્ડર દિલ્હીમાં 594 રૂપિયામાં મળતો હતો તે આજે 769 રૂપિયામાં મળી રહ્યો છે.જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રુડ ઓઈલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે થઈ ગઈ ત્યારે પણ સિલિન્ડરની કિંમત આટલી નહોતી વધી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved