કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનને લઈને એક જાહેરાત કરી છે.જેમાં 45 વર્ષથી ઉપરના બીમાર તેમજ 60 વર્ષથી ઉપરના દરેક લોકોને સરકારી કેન્દ્ર પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે.તેમજ 10 હજાર સરકારી અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન આગામી 1 માર્ચથી શરૂ થશે.ત્યારે સમગ્ર દેશમાં 10 કરોડ 40 લાખ લોકોની ઉંમર 60 વર્ષ કરતાં વધુ છે.
આમ સરકારી કેન્દ્રો સિવાય લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માંગે છે તેવા લોકોએ ચાર્જ ચૂકવવો પડશે.આમ આગામી 3-4 દિવસોમાં સ્વાસ્થય મંત્રાલય આ વિશે નિર્ણય લેશે કે ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે કેટલી ફી ચૂકવવી પડશે.આમ દુનિયાના ચીન તથા રશિયાએ વેક્સિનેશન શરૂ કરી દીધું છે.જ્યારે અમેરિકા,બ્રિટન સહિતના મોટાભાગના દેશોએ ડિસેમ્બરમાં વેક્સિનેશનની શરૂઆત કરી છે.ત્યારે ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થયું છે.ત્યારે ભારતમાં અત્યારસુધી 1.19 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved