લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.26 લાખ નવા કેસો નોધાયા,જ્યારે 3890 લોકોનાં મોત થયા

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી રોજ 3 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.ત્યારે શનિવારે ફરી એકવખત કોવિડ- 19 સંક્રમણના ૩ લાખથી વધુ કેસ નોંધાયા હતા.આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કેસ સામે આવ્યા છે,જ્યારે 3890 લોકોનાં મોત નિપજ્યાં છે.ત્યારે બીજીબાજુ, નવા કેસોની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે.આમ છેલ્લા 24 કલાકમાં 3,53,299 દર્દીઓ સંક્રમણથી મુક્ત થયા છે.આ ઉપરાંત દેશમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અત્યારસુધીમાં 18 કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.