લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / દેશમાં આગામી 1 એપ્રિલથી નવો લેબર લો લાગુ થઈ શકે છે

મોદી સરકાર આગામી 1 એપ્રિલથી નવો લેબર કાયદો લાગુ કરી શકે છે.જેમાં પ્રોવિડન્ટ ફંડમા યોગદાન વધશે પરંતુ પગાર હાથમાં ઓછો આવશે.આમ જ્યારે નવો લેબર કાયદો અમલમાં આવશે ત્યારે પગારમાં મોટો ફેરફાર થશે.જેમાં પીએફ,ગ્રેચ્યુઇટી,ડીએ,ટ્રાવેલ એલાઉન્સ,હાઉસ રેન્ટ એલાઉન્સના આંકડા બદલાશે.આ સિવાય આ કાયદામા મોંઘવારી,મુસાફરી અને ભાડાભથ્થા સહિતના તમામ ભથ્થા 5૦ ટકાથી વધુ નહી હોય.વર્તમાન નિયમો અનુસાર તમારા મૂળ પગારનો 12 ટકા હિસ્સો પી.એફ.માં જાય છે જ્યારે મૂળ પગાર સીટીસીનો 50 ટકા થઈ જશે,ત્યારે પીએફમાં ફાળો પણ વધી જશે.આમ 20 હજારનું સીટીસી હોવા પર 10 હજાર મૂળભૂત પગાર હશે અને તેનો 12 ટકા એટલે 1200 રૂપિયા પીએફ ખાતામાં જશે.

આમ નવા લેબર કાયદામાં ગ્રેચ્યુઇટીના નવા નિયમો બનાવવામાં આવ્યા છે.જેમાં વર્તમાન સમયમાં કર્મચારીઓ એક જ કંપનીમાં સતત 5 વર્ષ નોકરી કરે ત્યારબાદ ગ્રેચ્યુટી મેળવવાનો હકદાર ગણાય છે.પરંતુ નવા કાયદામાં કર્મચારીઓ 1 વર્ષ નોકરી કરે તો પણ ગ્રેચ્યુટીનો હકદાર રહેશે.