લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના તમામ મુખ્ય બંદરોમાં રો-રો સર્વિસ શરૂ કરવા તૈયારી

ભારતમાં જળમાર્ગ વ્યવહાર વધારવા માટે કેન્દ્રની મોદી સરકાર અને શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા ખાસ પ્રયત્ન કરી રહ્યા છે.ત્યારે દેશના તમામ મુખ્ય બંદરો પર રો-રો સર્વિસ માટે ઈન્ફ્રસ્ટ્રકચર ઉભુ કરવાની તૈયારી છે.આમ ગુજરાતમાં હજીરા,ઘોઘા સહિતના બંદરો પર આ સેવા ચાલુ છે અને તેનો લાભ મોટી સંખ્યામાં લોકો ઉઠાવી રહ્યા છે.આમ હાલમાં કચ્છના ધોરડો ખાતે શીપીંગ મંત્રાલયની ચિંતન બેઠક યોજાઈ હતી.જેમાં જે બંદરો તથા જળમાર્ગો પર શકય છે ત્યાં રો-રો સર્વિસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચરનું પ્લાનીંગ કરાશે.હજીરા ખાતે આગામી તા.4 અને 5 ફેબ્રુના દેશના તમામ મુખ્ય બંદરોના ડેપ્યુટી ચેરમેનની એક બેઠક મળી રહી છે અને તેઓ પોતાના વિસ્તારમાં આ પ્રકારની સર્વિસ માટેની રૂપરેખા દોરશે.