દેશમાં કોરોના સંક્રમણ સામે ફ્રન્ટલાઈન યોદ્ધા તરીકે તબીબો,નર્સો તથા પેરામેડીકલ સ્ટાફે જબરજસ્ત કામગીરી કરી છે અને હજારો લોકોનાં જીવન બચાવી લીધા છે અને લાખો લોકોને સ્વસ્થ કરીને પોતાના ઘરે પરત મોકલ્યા છે.પરંતુ દેશમાં કોરોના સંક્રમણ શરૂ થયા બાદ ફરજ બજાવી રહેલા તબીબો અને પેરામેડીકલ સ્ટાફમાં અત્યારસુધીમાં 162 ડોકટર,107 નર્સ,44 આશાવર્કરે પોતાના જીવન ગુમાવ્યા છે. આમ આરોગ્ય મંત્રાલય દ્વારા માહીતી આપવામાં આવી હતી કે આ 22 જાન્યુઆરી સુધીનો આંકડો છે. સ્વાસ્થ્ય રાજયમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ જણાવ્યું હતું કે જે તબીબ સહીતનો પેરામેડીકલ સ્ટાફ કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યો છે તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ વિમાથી આવરી લેવાયા તેમજ તેઓના કુટુંબને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે.આમ તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણમાં કામ કરનાર તમામ તબીબો અને પેરામેડીકલ સ્ટાફનો અલગથી જ ખાસ વિમો લેવાયો હતો અને તેઓને આ વિમાની રકમ પણ મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved