લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સમગ્ર દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કેસ નોધાયા,જ્યારે 2767 દર્દીઓના મોત થયા

દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે.ત્યારે કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.આમ છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે.આમ છેલ્લા 24 કલાકમાં દેશમા નવા 3,49,691 નવા કેસ નોધાયા છે જ્યારે 2,767 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.આ સિવાય 24 કલાકમાં 2,17,113 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.આમ મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.ત્યારબાદ ઉત્તરપ્રદેશ,કર્ણાટક,કેરળ અને દિલ્હી આવે છે.