લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાનો દેશ પર ભરડો / મોદી સરકારે સ્વીકાર્યું કે આખો દેશ ખતરામાં: હાલત થઈ રહી છે ખરાબ,કેસના આંક જઈ રહ્યાં છે કાબૂ બહાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી ચિંતા વધી છે. ખુદ કેન્દ્ર સરકાર ચિંતામાં છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યોને ચેતવણી ઊચ્ચારી છે કે,કોરોના મહામારીની બીજી લહેરમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે.કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે કે,કોરોનાને કારણે સ્થિતિ ગત અમુક દિવસોમાં સતત બગડતી જોવા મળી છે,જે ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ પર ધ્યાન આપવા કહ્યું.આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યામાં વધારો કરી પોઝિટિવ આવતા લોકોને ક્વારેન્ટાઈન કરી સંપર્કમાં આવનારાઓની તપાસ કરવા આદેશ કહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે,‘પંજાબનો પોઝિટિવિટી રેટ લગભગ 9 ટકા છે, જેનો અર્થ પૂરતા પ્રમાણમાં ટેસ્ટ નથી કરી રહ્યાં.જે કોરોના પોઝિટિવ છે તેમની તમે ઓળખ કે આઈસોલેટ કરવાના નિર્ણયો નથી લઈ શકતા.દેશમાં યુકે વેરિએન્ટના અત્યારસુધી 807,દક્ષિણ આફ્રિકન વેરિએન્ટના 47 અને બ્રાઝિલ વેરિએન્ટનો 1 કેસ મળી ચૂક્યા છે.

નીતિ આયોગના વીકે પૉલે જણાવ્યું કે,‘10 જીલ્લામાં સ્થિતિ ઘણી ગંભીર છે, તેમાંથી 8 મહારાષ્ટ્રના છે. આ તમામ જીલ્લાઓ સમગ્ર દેશ માટે જોખમ બની શકે છે. સંક્રમણ ફેલાતા અટકાવવું અને જીવ બચાવવાનો પ્રયાસ કરવાની જરૂર છે.જે 10 જિલ્લામાં સૌથી વધારે એક્ટિવ કેસ છે તેમાં પુણે (59,475),મુંબઈ (46,248),નાગપુર (45,322),થાણે (35,264),નાસિક (26,553),ઔરંગાબાદ (21,282),બેંગલુરુ (16,259),નાંદેડ (15,171),દિલ્હી (8,032) અને અહમદનગર (7,952) શામેલ છે.કેન્દ્ર સરકારે કહ્યુ કે,કોવિડ-19થી સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓમાં મહારાષ્ટ્રના આઠ અને દિલ્હી પણ એક જિલ્લા તરીકે આ યાદીમાં શામેલ છે.

ભૂષણે કહ્યુ કે,ટેક્નિકલ રીતે દિલ્હીમાં અનેક જિલ્લા છે પરંતુ તેને એક જિલ્લો જ ગણવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારે આવી સ્થિતિમાં તમામ રાજ્યોના કૉન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાની તેમજ વેક્સીનેશન કવરેજ 100 ટકા સુધી કરવાની સૂચના આપી છે.

મુંબઈ બાદ હવે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.છેલ્લા 24 કલાકમાં 1904 નવા કેસ સામે આવ્યા છે.આ સાથે જ દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને આઈસીયુ બેડ્સ સુંપૂર્ણ ભરાયેલા જોવા મળી રહ્યાં છે.સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ અંગે કહ્યું કે,‘દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમિક્ષા કરવામા આવશે અને તેના આધાર પર વધુ બેડ ફાળવવામાં આવશે.સરકારી હોસ્પિટલમાં ઘણા આઈસીયુ અને વેન્ટિલેટર ખાલી છે.ખાનગી હોસ્પિટલોમાંથી પણ અમુકમાં જ આઈસીયુ-વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ જોવા મળી છે.આ હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા વધારવામા આવશે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે- દિલ્હીના ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અને વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ પાછળ વધતા કેસની સાથે અન્ય રાજ્યોથી આવતા લોકો પણ છે.

અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે અને આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ જેટલા કેસ દાખલ છે.દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.ગઈકાલે જ અમદાવાદ સિવિલમાં 123 દર્દીઓ દાખલ થયા ત્યારે જો આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને અન્યત્ર ક્યાં રાખવા તેનો વિકલ્પ શું તે પણ તંત્ર માટે મોટો સવાલ છે.

ફિલ્મ કલાકારો બાદ હવે ક્રિકેટરો પણ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સચિન તેંડુલકર અને યુસુફ પઠાણ બાદ હવે ઇરફાન પઠાણ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.ઈરફાન પઠાણે પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વિટર મારફતે આપી છે.ઈરફાન પઠાન હોમ ક્વોરન્ટીન થયા છે સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરી છે.