લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં ૪૫ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી

ભારતમાં માત્ર ૧૯ દિવસમાં દેશના ૪૪,૪૯,૫૫૨(૪૫ લાખ) લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.આમ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વેક્સીન આપી રહ્યું છે.ભારતે ૪૦ લાખ લોકોને માત્ર ૧૮ દિવસમાં જ વેક્સીન આપી દીધી હતી.આ ઉપરાંત વિશ્વના ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે.ભારતે સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી.

ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૪૧ સેશનમાં ૩,૧૦,૬૦૪ લોકોને વેક્સીન આપવામાં આવી હતી.અત્યારસુધી ૮૪,૬૧૭ જેટલા સેશન હાથ ધરવામાં આવ્યા છે.ત્યારે ભારતમાં હવે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા માત્ર ૧.૫૫ લાખ રહી છે.જે કુલ ઇન્ફેકશનના માત્ર ૧.૪૪ ટકા છે.આજનો ડેઇલી પોઝિટિવ રેટ ૧.૮૨ ટકા રહ્યો હતો.આમ છેલ્લા ૧૯ દિવસમાં ભારતનો ડેઇલી પોઝિટિવ રેટ 2 ટકાની નીચે રહ્યો છે.