વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના અગ્રણી ડોક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.જેમાં પીએમ મોદીએ મજબૂત લડત આપવા માટે ડોક્ટરોને પ્રોત્સાહિત કર્યા હતા.આ સિવાય તેમણે ઓનલાઈન મીટિંગ દરમિયાન કહ્યું હતું કે બીજા વેવમાં દેશભરના ડોક્ટર્સે સ્ટ્રોંગ થઈને લડત આપવી પડશે.જેમાં ડોક્ટર્સની સક્રિયતાથી જ દેશ કોરોના સામેની લડાઈ જીતી શકાશે.જે ડોક્ટર્સ છેલ્લાં એક વર્ષથી શહેરોમાં કોરોના સામે લડી રહ્યાં છે, તેમણે તેમનો અનુભવ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રામ્ય સ્તરે શેર કરવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારના ડોક્ટર્સ અને દર્દીઓનું કાઉન્સેલિંગ કરવા માટે વર્ચ્યુઅલ વેબિનાર્સ યોજવા જોઈએ.
પીએમ મોદીએ એ મીટિંગમાં કેટલાય મંત્રો આપ્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન સેવા આપો,અફવાથી દોરવાઈ જતાં લોકોને જાગૃત કરો,મહામારી તેમજ વેક્સિનેશન બાબતે સાચી માહિતીનો ફેલાવો કરો.બીજા વેવની દેશમાં દહેશત ન ફેલાય તેવો માહોલ સર્જો. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓનું યોગ્ય કાઉન્સેલિંગ કરો,કોરોના સિવાયની બીમારીઓનું પણ યોગ્ય સારવાર-નિદાન થવું જરૂરી હોવા સહિતના સૂચનો આપીને વડાપ્રધાને ડોક્ટરોને પ્રોત્સાહિત કર્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved