લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ફાસ્ટટેગની વ્યવસ્થા- એક દિવસનું ટોલનાકાનું કલેકશન રૂા.102 કરોડ થયું

દેશમાં ટોલનાકા પર ફાસ્ટટેગની વ્યવસ્થા શરૂ કર્યા બાદ ટોલનાકા પરનું કલેકશન નવા રેકોર્ડ નોંધાવી રહ્યું છે.ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ફાસ્ટટેગ ફરજીયાત કરાતા વાહનચાલકો માટે ટોલનાકા પર ટોલટેક્ષ પેમેન્ટ કર્યા વગર પસાર કરવાનું મુશ્કેલ બની ગયું છે.ત્યારે સરકાર દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાયા બાદ છેલ્લા ચાર દિવસમાં ટોલ કલેકશન 23 ટકા જેટલું વધી જવા પામ્યું છે.જેમાં ગઈકાલે રૂા.102 કરોડનું કલેકશન નોંધાયું હતું તે પહેલા દેશના તમામ ટોલનાકા પરનું ફાસ્ટટેગ કલેકશન રૂા.85 કરોડનું મહતમ હતું અને હવે તે ત્રણ આંકડાને વટાવી ગયું છે. આમ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હજુપણ ટોલનાકામાં કોઈપણ પ્રકારની ગડબડ ન થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે.