લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજથી દેશભરમાં ફાસ્ટટેગ ફરજિયાત કરાયું,ફાસ્ટટેગ નહી લગાવવા પર ડબલ રકમ ચુકવવી પડશે

સમગ્ર દેશભરના ટોલપ્લાઝા પર ઓટોમેટિક પેમેન્ટ સિસ્ટમ ફાસ્ટટેગ આજથી ફરજિયાત થઈ જશે.જેમાં લોકોએ અત્યારસુધી પોતાની ગાડીમાં નથી લગાવ્યું કે પછી જેની ગાડીમાં ટેગ કામ નથી કરી રહ્યું તેને દંડ ભરવો પડી શકે છે.જેમાં દંડ સ્વરૂપે ગ્રાહકોએ પોતાના વાહનોની કેટગરીના હિસાબે લાગતા ટોલની ડબલ રકમ ચુકવવી પડી શકે છે.આમ ફાસ્ટટેગ લાગેલા વાહનોને ટોલપ્લાઝા પર અટકવાની જરૂર નહી પડે.

આમ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ માટે 40 હજારથી વધારે સેન્ટર બનાવ્યા છે.જ્યાં તમે જરૂરી ડોક્યૂમેન્ટ્સ દર્શાવી ફાસ્ટટેગ ખરીદી શકો છો.જ્યારે તમે ટોલ પ્લાઝા પરથી પસાર થશો તો તેની સાઈડમાં ફાસ્ટટેગ માટે બૂથ બનાવવામાં આવ્યા છે.