લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના ગામડાઓમાં ગાયના છાણમાંથી પેઈન્ટ બનાવતી ફેક્ટરીઓ ખોલાશે

દેશના દરેક ગામડાઓમાં ગાયના છાણમાંથી પેઈન્ટ બનાવવાની ફેકટરી ખુલે તેવી યોજના કેન્દ્ર સરકારે બનાવી રહી છે.આમ ગાયના છાણમાંથી રંગ બનાવવાની ફેક્ટરી શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.આમ સરકારનુ સપનુ સાકાર થાય તો રોજગારના અભાવે ગામડામાંથી શહેરમાં થઈ રહેલુ પલાયન અટકી જશે.ગાયના છાણમાંથી બનેલા પેઈન્ટની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે.ત્યારે તેની તાલિમ આપવાની વ્યવસ્થા જયપુરમાં કરવામાં આવી છે જેના માટે 350 લોકો ટ્રેનિંગ માટે વેઈટિંગ લિસ્ટમાં છે.ત્યારે મહત્તમ લોકો ગાયના છાણમાંથી રંગ બનાવવાની ફેક્ટરીઓનુ સંચાલન કરી શકે.

આમ પેઈન્ટની ફેક્ટરીઓ મોટાપાયે શરૂ થવાના કારણે ગામડાઓમાં ગાયના છાણની ડિમાન્ડ વધશે.જેમાં એક ખેડૂત એક પશુના છાણમાંથી વર્ષે 30,000 રૂપિયાની કમાણી કરી શકશે.