લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 કેસ નોધાયા,100ના મોત

દેશમાં આજે કોરોનાના નવા 11,610 કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,09,37,320 થઈ જવા પામી છે.જ્યારે વાઈરસના સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં 100 લોકોના મોત નિપજ્યા છે.આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં વાઇરસથી વધુ 100 લોકોના મોત થતાં મૃત્યુઆંક વધીને 1,55,913 થઈ જવા પામ્યો છે.આમ દેશમાં સાજા થનારા દર્દીઓનો દર વધીને 97.33 ટકા થઈ ગયો છે,જ્યારે કોવિડ-19થી મૃત્યુનો દર 1.43 ટકા છે.

દેશમાં અત્યારે 1.50 લાખથી ઓછા એટલે કે કુલ 1,36,549 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 323 દર્દી કોરોના સંક્રમણને હરાવીને ઘેર પરત ફર્યા છે.આમ આ આંકડો કુલ કેસના 1.25 ટકા જેટલો છે.