લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતમાં એક કરોડથી વધુ લોકોનું વેક્સીનેશન પૂર્ણ કરાયું,વિશ્વમાં ભારત બીજા સ્થાને આવ્યું

વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ દેશવ્યાપી રસીકરણ અભિયાન જોર પકડી ચૂક્યુ છે.જેના પરિણામે કોવિડ વેક્સીનેશન મુદ્દે ભારત વિશ્વમાં બીજા સ્થાને આવી પહોંચ્યું છે જ્યાં સૌથી વધુ લોકોનું રસીકરણ થઇ ચૂક્યું હોય.આમ ભારતમાં 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં સરકારે દેશના તમામ સ્વાસ્થ કર્મચારીઓ,ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને જરૂરિયાતવાળા દર્દીઓને આવરી લેવાનો લક્ષ રાખ્યો હતો.

આમ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ સૌથી વધુ વસતીને આવરી લેવામાં ભારતથી આગળ અમેરિકા છે.જે વિશ્વમાં પ્રથમ સ્થાને છે.આમ વિતેલા 34 દિવસમાં દેશમાં એક કરોડ લોકોના વેક્સીનેશનનો આંકડો હાંસલ કરી લેવાયો આવ્યો છે.જ્યારે અમેરિકાએ માસ વેક્સીનેશનમાં આ આંકડો માત્ર 31 દિવસમાં એક કરોડ લોકોનું વેક્સીનેશન પૂર્ણ કર્યું હતું.

આમ કોરોના સંક્રમણ સામે દેશમાં 16 જાન્યુઆરીથી કોવિડ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું હતું.આમ વેક્સીનનો પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીઓએ 28 દિવસ પૂરા થયા પછી 13 ફેબ્રુઆરીથી બીજો ડોઝ લેવાનુ શરૂ કર્યું હતું.