એમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ પોતાના પદેથી રાજીનામુ આપવાના છે.તેઓ આ વર્ષના અંત સુધી પદ છોડી દેશે.બેઝોસે એક પત્ર લખીને પોતાના કર્મચારીઓને આ નિર્ણયથી અવગત કર્યા છે. આમ તેમણે કહ્યુ કે તેઓ કંપનીમાં સીઇઓની ભૂમિકા છોડી રહ્યા છે.તેમના સ્થાને એન્ડી જેસીને સીઇઓ બનાવવામાં આવ્યા છે.
જેફ બેઝોસે પત્રમાં લખ્યુ છે કે હુ એ જાહેરાત કરતા ઉત્સાહિત છુ કે હુ એમેઝોનના કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા નિભાવીશ અને એન્ડી જેસી કંપનીની નવા સીઇઓ હશે.આમ જેસી વર્તમાનમાં એમેઝોન વેબ સર્વિસના પ્રમુખ છે.આમ એમેઝોન કંપનીએ વર્ષ 2020ના છેલ્લા ત્રણ મહિનામાં 100 બિલિયન ડૉલરનુ વેચાણ કર્યુ છે.
જેફ બેઝોસે એમેઝોનને એક સ્ટાર્ટઅપ તરીકે વર્ષ 1995માં લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારે આજે આ દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાં સામેલ છે. આમ જેફ બેઝોસે કહ્યું હતું કે તેઓ નવી ભૂમિકામાં પોતાની પૂરી ઉર્જા સાથે નવા ઉત્પાદો પર ધ્યાન કેન્દ્રિત કરશે.આમ દુનિયામાં સૌથી સફળ કંપનીઓના રૂપમાં ઓળખવામાં આવે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved