અમેરિકાના પ્રમુખ જો બાઈડને દેશમાં કોરોના સંક્રમણનો મુકાબલો કરવા તેમના શાસનના પ્રથમ 100 દિવસમાં 20 કરોડ અમેરિકનોને વેકસીનથી સુરક્ષિત કરાશે તેવી જાહેરાત કરી હતી.આમ પ્રમુખપદ સંભાળ્યા બાદની તેમની પ્રથમ પત્રકાર પરિષદમાં બાઈડને સ્થાનિક મુદાઓ ઉપરાંત કોરોના વેકસીનેશનના ચીન,ઉતર કોરીયા અને તેઓના ચાર વર્ષ બાદમાં ફરી ચૂંટણી લડવાના ઈરાદા અંગે પણ જવાબ આપ્યા હતા.વિશ્વમાં કોરોના સંક્રમણના એક વર્ષ અને જયારે અમેરિકા આ વાયરસની સૌથી ખરાબ ચપેટમાં છે તે સમયે બાઈડને પહેલા 100 દિવસમાં 10 કરોડ અમેરિકીઓને વેકસીનેશન કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો તે હવે ડબલ કરીને 100 દિવસમાં 20 કરોડ અમેરિકનોને કોરોના વેકસીન આપવાની જાહેરાત કરી હતી.આમ અમેરિકાના તંત્રએ 10 કરોડનો લક્ષ્યાંક બાઈડન શાસનના 60 દિવસમાં જ પુરો કર્યો છે. ત્યારે અમેરિકામાં કોરોનાથી 5.45 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved