નાણાંકીય વર્ષ માટે H-1B વીઝા અરજી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી 9 માર્ચથી શરૂ થશે અને કમ્પ્યુટરકૃત લોટરી ડ્રોમાં સફળ હરિફોને 31મી માર્ચ સુધીમાં સૂચિત કરવામાં આવશે તેવી સંઘીય એજન્સીએ જાહેરાત કરી છે.
આમ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ)નું આ નોટિફિકેશન જો બાઇડન વહીવટીતંત્રની જાહેરાતના એક દિવસ બાદ આવ્યું છે કે તેઓ વિદેશી પ્રોફેશનલોને કામ માટે વીઝા રજૂ કરવાની પરંપરાગત લોટરી વ્યવસ્થાને યથાવત રાખશે.આમ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે જાહેરાત કરી છે કે નાણાંકીય વર્ષ 2022 માટે H-1B વીઝા માટે રજીસ્ટ્રેશન 9મી માર્ચના રોજ બપોરે શરૂ થશે અને 25મી માર્ચના રોજ બપોર સુધી ચાલશે.
આમ એજન્સીએ જણાવ્યુ હતું કે જો તેને આગામી 25 માર્ચ સુધીમાં પૂરતી નોંધણીઓ મળી જશે તો તે કોઇપણ પ્રકારના ક્રમ વગર રજીસ્ટ્રેશન કરનારની પસંદગી કરનાર લોકોની યાદી 21મી માર્ચ સુધીમાં મોકલી દેશે.આમ H-1B વીઝા એક નોન-ઇમિગ્રેશન વીઝા (Non-Immigrant Visa) છે.જે અમેરિકન કંપનીઓને એક્સપર્ટ પ્રોફેશનલ્સને કામ પર રાખવાની મંજૂરી આપે છે અને ટેકનોલોજી કંપનીઓ આના પર ઘણી નિર્ભર રહે છે અને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારોની સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved