લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાની જો બાઈડન સરકારમાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધ્યો

અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં દબદબો વધી રહ્યો છે તેવું અમેરિકાના પ્રમુખ જો બાઈડને પણ સ્વીકાર્યું છે.આમ જો બાઈડન પ્રમુખ બન્યા પછી 50 દિવસમાં તેમણે અલગ-અલગ હોદ્દાઓ પર 55 જેટલા ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી છે.જેમાં બાઈડને મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે ભારતીય મૂળના લોકોનો અમેરિકામાં દબદબો વધી રહ્યો છે.જેમાં નાસાના વૈજ્ઞાનિક સ્વાતિ મોહન,ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પોતાના ભાષણ લખનાર વિનય રેડ્ડીના નામ આગળ કર્યા હતા.નાસાએ મંગળ પર ઉતારેલા યાનમાં સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા રહી છે.આ પહેલા બરાક ઓબામાના શાસનકાળમાં પણ ભારતીય મૂળના લોકોની સરકારમાં સૌથી વધારે નિમણૂંકો કરવામાં આવી હતી.