લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ 20મી ‌વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ 20મી ‌વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.આમ 7 વખતની પૂર્વ ચેમ્પિયન સેરેનાએ જર્મનીની લોરા સીઝમન્ડને 6-1,6-1થી હરાવી સેરેના 56 મિનિટમાં જીતી ગઈ.આમ સેરેના વિલિયમ્સ ઈ.સ 1998થી ગ્રાન્ડસ્લેમ રમે છે.

આમ 10મી સીડ સેરેનાની બીજા રાઉન્ડમાં સર્બિયાની નિના સ્ટોજાનોવિચ સામે ટક્કર થશે. જેમાં ઈસ 2019ની યુએસ ઓપન ચેમ્પિયન બિયાન્કા આન્દ્રેસ્કુ છેલ્લા 15 મહિના પછી કોર્ટ પર ઉતરી છે. જ્યારે કેનેડાની આન્દ્રેસ્કુએ રોમાનિયાની મિહાએલા બુજારનેસ્કુને 6-2,4-6,6-3થી હરાવી છે.આ દરમિયાન વીનસ વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સમાં મેચ જીતનારી સૌથી વયસ્ક ખેલાડી બની ગઈ છે.આમ આ સિવાય સિમોના હાલેપ,પેટ્રા ક્વિટોવા,સારા ઈરાની,નાઓમી ઓસાકા, આર્યના સબાલેન્કા બીજા રાઉન્ડમાં પહોંચી છે.

આમ ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયાનો નોવાક જોકોવિચ બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે.ટોપ સીડ જોકોવિચે જેરેમી ચાર્ડીને 6-3,6-1,6-2થી હરાવ્યો છે.આમ જોકોવિચે ચાર્ડીને 14મી વખત હરાવ્યો છે. યુએસ ઓપન ચેમ્પિયન ડોમિનિક થિએમે મિખાઈલ કુકુશકિનને 7-6,6-2,6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું છે.આમ આ સિવાય નિક કિર્ગિયોસ,બર્નાર્ડ ટોમિક,ગ્રિગોર દિમિત્રોવ,એલેક્ઝેન્ડર ઝ્વેરેવ, સ્ટેન વાવારિન્કા પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.