લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાએ રસીકરણને પ્રોત્સાહન આપવા માટે રૂ.10 લાખનો લકી ડ્રો શરૂ કર્યો

કોરોના મહામારીને રોકવા માટે વેક્સીનનુ મહત્વ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોને સમજમાં આવી ગયુ છે.ત્યારે લોકોને વેક્સીન મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.ભારતમાં એકતરફ સરકાર અને સેલિબ્રિટિઝ લોકોને વેક્સીન મુકાવવા અપીલ કરી રહ્યા છે.ત્યારે બીજીતરફ અમેરિકામાં ઘણા લોકો વેક્સીન મુકાવતા ખચકાઈ રહ્યા છે.ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે જાતજાતની ઓફરો કરવામાં આવી રહી છે.જેમાં બેઝબોલ મેચની ટિકિટો,બીયર,ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગાંજા સુધીના પ્રલોભનો આપવામાં આવે છે.આ સિવાય અમેરિકાના ઓહાયો રાજયના ગર્વનરે તાજેતરમા આગામી 26 મેથી કોરોના વેક્સીન માટે લોટરી સ્કીમ શરૂ કરવામાં આવશે.જેમાં ઓછામાં ઓછી એકવખત વેક્સીન લીધી છે તે તમામ લોકો લોટરી મેળવવા માટે હકદાર હશે.જેનો ડ્રો દર બુધવારે કરવામાં આવશે અને દરેક વખતે વિજેતા વ્યક્તિને રૂ.10 લાખનુ ઈનામ આપવામાં આવશે.જે ડ્રો આગામી પાંચ સપ્તાહ સુધી ચાલશે તેમજ લોટરીની રકમ કોરોના રિલિફ ફંડમાંથી ચુકવવામાં આવશે.