લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતને મેડિકલ સહિતની મદદ કરવા જો બાઈડેન પર દબાણ વધ્યું

અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે.જેમાં અમેરિકન સાંસદો,ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી યુ.એસ ચેમ્બર્સ ઓફ કોમર્સે જો બાઈડેનને રજૂઆત કરી હતી કે ભારતને એસ્ટ્રાજેનેકા સહિતની મેડિકલ સહાય કરવી જોઈએ.આમ યુ.એસ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ તેમજ આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રમુખે કહ્યું હતું કે અમેરિકા પાસે એસ્ટાજેનેકાના લાખો ડોઝ પડયા છે.અત્યારે અમેરિકામાં પર્યાપ્ત માત્રામાં વેક્સિન છે.તેમજ સ્થાનિક ઉત્પાદકો આગામી જૂન સુધીમાં વેક્સિનનો મોટો જથ્થો ઉત્પાદિત કરી દેશે તેવી સ્થિતિમાં જરૂરિયાતમંદ દેશોને વેક્સિન આપવી જોઈએ.