લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મુંબઇથી ગોવાનું અંતર 10 કલાકના બદલે 50 મિનિટમાં કપાશે

અમેરિકી અબજપતિ રિચર્ડ બ્રેનસનની કંપની વર્જિન હાઇપરલૂપે નવેમ્બર 2020માં હાઇસ્પીડ પૉડ સિસ્ટમનું બે પેસેન્જર સાથે ટેસ્ટિંગ કર્યું હતું.જેમાં વર્જિને આ ટેક્નોલોજી લૉન્ચ કરવાની તૈયારીને વેગ આપ્યો છે.આ પહેલી હાઇપરલૂપ ટ્રેન વર્ષ 2030માં અમેરિકાના નેવાડાથી લાસ વેગાસ વચ્ચે દોડી શકે છે. આ ટેક્નિક ભારત આવે તો તેનાથી મુંબઇ-ગોવા વચ્ચેનું 587 કિ.મીનું અંતર માત્ર 50 મિનિટમાં કાપી શકાશે.હાલ આટલું અંતર કાપતાં 10 કલાક લાગે છે.આમ બ્રેનસને જણાવ્યું હતું કે અન્ય ટ્રેનોની સરખામણીમાં હાઇપરલૂપની ઝડપ ચાર ગણી હશે.