અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનકાર્ડ પર જાહેર કરેલ રોકને હટાવી દીધી હતી.આમ ટ્રમ્પે વૈશ્વિક મહામારી દરમ્યાન આ નિતિને લાગુ કરી હતી.જે અંતર્ગત ગ્રીનકાર્ડ અરજદારોને અમેરિકા આવવા પર રોક લગાવાઈ હતી.પરંતુ બાઈડનના ફેસલાથી ભારત સહિત દુનિયાભરનાં વ્યાવસાયિકોને રાહત મળશે.
આમ બાઈડને જણાવ્યું હતું કે કાનુની ઈમિગ્રેશનને રોકવુ અમેરિકાનાં હિતમાં નથી.એનાથી અમેરિકાને નુકશાન થાય છે તે અમેરિકાનાં ઉદ્યોગને પણ પ્રભાવિત કરે છે.જેમાં વિશ્વભરનાં પ્રતિભાશાળી લોકોનો હિસ્સો છે.આમ અમેરિકાના રાષ્ટ્રપતિના આ પગલાથી અમેરિકામાં એચ-1 બી વિઝા પર કામ કરનારા ભારતીયોને પણ ફાયદો થશે.આ પહેલા બાઈડન પ્રશાસને અમેરીકી નાગરિકતા વિધેયક 2021 સંસદમાં રજુ કરેલુ.જે કાયદો બન્યા બાદ એચ-વન બી વિઝાધારકોનાં આશ્રિતોને પણ કામ કરવાની મંજુરી મળશે.અમેરિકામાં પાંચ લાખ એવા ભારતીયો છે જેમની પાસે ત્યાં રહેવાના કાનૂની દસ્તાવેજ નથી.આમ ગ્રીનકાર્ડને અધિકૃત રીતે કાયમી નિવાસી કાર્ડ પણ કહેવામાં આવે છે.તે અમેરિકામાં બિનનિવાસીઓને આપવામાં આવતો એક એવો દસ્તાવેજ છે જે એ બાબતનું પ્રમાણ છે કે વ્યકિતને સ્થાયીરૂપે દેશમાં રહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.જે જાહેર થયા બાદ તેની યોગ્યતા 10 વર્ષની હોય છે.ત્યારબાદ તેને રિન્યુ કરાવવો પડે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved