અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે.ત્યારે સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત થયા છે.જ્યારે ટેક્સાસમાં 44 લાખ લોકો વીજળીની સુવિધા વિના ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. જેના કારણે ટેક્સાસની 100થી વધારે કાઉન્ટીમાં વીજળી,પાણીના પુરવઠાને પ્રભાવ પડ્યો છે.આમ સ્થાનિક લોકોને ભીષણ ઠંડીના કારણે ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે,જ્યારે 200થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.આ સિવાય ટેક્સાસ અને હ્યુસ્ટનમાં વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
અમેરિકાની 1 કરોડ કરતા પણ વધુ વસ્તી બરફમાં ઠુંઠવાઈ રહી છે.આમ ટેક્સાસમાં સતત બર્ફીલા તોફાનોના કારણે વીજળીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.આમ સ્ટેટ પાવર ગ્રિડમાં સતત ખરાબી આવી રહી છે જેના કારણે ગેસ,તેલની પાઈપલાઈનો પણ જામી ગઈ છે.આ સિવાય વેક્સિનના 8,000 કરતા પણ વધુ ડોઝ વીજળીનો પુરવઠો ન મળવાના કારણે બગડી ગયા છે.ત્યારે ટેક્સાસ,લુસિયાના,કેંટકી,મિસૌરીમાં અત્યારસુધીમાં 21 જેટલા લોકોના મોત થયા છે. આમ આ વચ્ચે હવામાન વિભાગે ટેક્સાસ,અરકંસાસ તથા મિસિસિપીમાં ફરીથી તોફાન આવશે તેવી ચેતવણી આપી છે.
આમ રાષ્ટ્રપતિ જો બાઈડને મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા રાજ્યોની સંપૂર્ણપણે મદદ કરશે તેવી ખાતરી આપી છે.બર્ફીલા તોફાનોના કારણે ઓહાયોથી લઈને રિયો ગ્રેંડે સુધીનું સંપૂર્ણ ક્ષેત્ર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે.લિંકન અને નેબરાસ્કા શહેરનું તાપમાન માઈનસ 31 ડિગ્રીથી પણ નીચું જતું રહ્યું છે.ટેક્સાસ ઉપરાંત મેક્સિકોની સ્થિતિ પણ વણસેલી છે.બર્ફીલા તોફાનોના કારણે ઉદ્યોગ-ધંધાને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved