લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અમેરિકાની ટેસ્લા કંપની પ્રથમ મેન્યૂફેક્ચરીંગ યૂનિટ કર્ણાટકના બેંગલુરુમાં લગાવશે

અમેરિકી ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા પોતાનુ પ્રથમ મેન્યૂફેક્ચરીંગ યૂનિટ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લગાવશે.આમ રાજ્યના સીએમ યેદિયુરપ્પાના નિવેદન પ્રમાણે અમેરિકી ફર્મ ટેસ્લા કર્ણાટકમાં એક ઈલેક્ટ્રિક કાર મેન્યૂફેક્ચરીંગ યૂનિટ ખોલશે તેમજ રાજ્યના તુમકુર જિલ્લામા એક ઈન્ડ્રસ્ટ્રિયલ કોરિડોર પણ બનાવવામાં આવશે તેનો ખર્ચ લગભગ 7725 કરોડ આવશે અને તેનાથી 2.8 લાખ લોકોને રોજગારી મળશે.

આમ અમેરિકી ઈલેક્ટ્રિક કાર કંપનીએ જાન્યુઆરીમાં ભારતમાં એન્ટ્રી કરી હતી,જ્યારે તેમણે એક કંપની ભારતમાં રજિસ્ટ્રેશન કરાવી હતી.જેમાં ગયા મહિને ટેસ્લાએ પોતાની સબ્સિડિયરી કંપની ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટિેડ નામથી બેંગલુરુમાં કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આમ ટેસ્લાના ફાઉન્ડર અને સીઇઓ એલન મસ્કે ગયા વર્ષે કહ્યું હતું કે કંપનીની યોજના વર્ષ 2021 સુધીમાં ચોક્કસપણે ભારતમાં એન્ટ્રી કરવાની છે.આમ ટેસ્લા ભારતમાં પોતાના મોડેલ 3 સેડાન કારની સાથે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.આ ઈલેક્ટ્રિક કારની કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ રહેવાની યોજના છે.

ભારતમાં ટેસ્લાનો બિઝનેસ કર્ણાટકથી શરૂ થશે.પરંતુ આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટેસ્લા કંપનીને ઓફર કરી હતી કે તેઓ ભિવાડીમાં ટેસ્લાનો પ્લાન્ટ લગાવે.પરંતુ વર્તમાનમાં ટેસ્લાએ બેંગલુરુમાં ઓફિસ રજિસ્ટર કરાવી છે.આમ પહેલી ઓફિસ શરૂ કર્યા બાદ ટેસ્લા ભારતના બીજા શહેરોમાં પણ ઓફિસ શરૂ કરી શકે છે.