લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષપદે પ્રથમ ભારતીય વિદ્યાર્થિનીની વરણી કરાઇ

દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુનિવર્સિટીઓમાની એક અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ તરીકે ભારતીય વિદ્યાર્થિની રશ્મિ સાવંતની વરણી થઈ છે ત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ સાત મહિના પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધુ હતુ ત્યારે તેણે વિચાર્યુ પણ નહોતુ કે તેઓ આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડશે અને હજારો વિદ્યાર્થીઓ તેને વોટ આપશે.

આમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય વિદ્યાર્થિની ચૂંટણી જીતી છે.ત્યારે રશ્મિનુ કહેવુ છે કે,વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનુ લક્ષ્ય નક્કી કર્યા બાદ તેના પરથી ધ્યાન ભટકી ન જાય તે જોવુ જરૂરી છે.આમ છતા પોતાના રસની પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખવી જોઈએ.

રશ્મિ હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એનર્જી સિસ્ટમ વિષયમાં એમ.એસ.સી કરી રહી છે.આમ રશ્મિએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓનુ હિત સર્વોપરી હોવાનો પ્રચાર કર્યો હતો.