લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી હિંસામા ઘાયલ પોલીસ કર્મીઓને મળવા અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા, કહ્યું કે તમારા પર ગર્વ છે

દિલ્હીમાં ખેડૂત આંદોલનકારીઓએ આચરેલી હિંસાના પડઘા હજી પણ પડી રહ્યા છે.જોકે દિલ્હી પોલીસે અભૂતપૂર્વ સંયમ રાખ્યો હતો.જેના કારણે આંદોલનકારીઓએ પોલીસ પર હુમલા પણ કર્યા હતા અને 300 ઉપરાંત જવાનો ઘાયલ થયા હતા.

આ પોલીસ કર્મીઓને મળવા માટે આજે ગૃહ મંત્રી અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા હતા.અમિત શાહે કહ્યુ હતુ કે, દિલ્હી પોલીસના ઘાયલ જવાનોને મળી રહ્યો છું.તેમના સાહસ અને બહાદુરી પણ અમને ગર્વ છે.

અમિત શાહે પોલીસ કર્મીઓ સાથે વાતચીત પણ કરી હતી અને ડોક્ટરો સાથે વાત કરીને તેમની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.અમિત શાહે બે હોસ્પિટલોની મુલાકાત લીધી છે.જ્યાં દિલ્હી પોલીસના ઘાયલ જવાનો ભરતી છે.

દિલ્હી પોલીસે બુધવારે આરોપ લગાવ્યો હતો કે, ખેડૂત નેતાઓએ ભડકાઉ ભાષણો આપ્યા હતા અને આ નેતાઓ પણ હિંસામાં સામેલ હતા.ઉલ્લેખનીય છે કે, આ હિંસામાં 400 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.જોકે પોલીસે ખેડૂતો પર એક પણ ગોળી ચલાવી નહોતી.જેના કારણે મોટા પાયે હિંસા ફાટી નિકળ્યા બાદ પણ લોહી રેડાયુ નહોતુ.