લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આનંદ મહીન્દ્રા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી

કોરોનાનો કહેર વધતાં હોસ્પીટલોમાં બેડ નથી મળતા જેના કારણે અનેક દર્દીઓના જીવ ગુમાવ્યાના બનાવો બન્યા છે.આ સંજોગોમાં આઈટી કંપની ટેક મહીન્દ્રાએ ફોર્ટીસ સાથે મળીને નોઈડાની પોતાની ઓફીસના કાફેટેરીયાને કોવિડ કેર ફેસીલીટીમાં બદલી નાખી છે.જે ફેસીલીટીમાં 40 બેડ છે જેના પર દર્દીઓ શિફટ થઈ ગયા છે.જોકે આ સુવિધા ગંભીર દર્દીઓ માટે નથી,હળવા લક્ષણો સંક્રમીત માટે બેઝીક મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર છે,જેથી હોસ્પીટલમાં બેડ ન મળવા પર તેમને ત્યાં રાખી શકાય.મહીન્દ્રાનું કહેવું છે કે પહેલા આ સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય કંપનીના કર્મચારીઓ,તેમના પરિવારજનો માટે વિકસીત કરવામાં આવી હતી.