લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની તિરૂપતી વિમાનીમથકે અટકાયત કરાઇ

આંધ્રપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને તિરુપતી વિમાનીમથકે અટકાયતમાં લેવાયા હતા.જેઓ ચીતુર જીલ્લામાં ચુંટણી પ્રચાર માટે જવાના હતા ત્યારે વિમાનમથકે ઉતરતા જ પોલીસે અટકાવ્યા હતા.આમ આંધ્રપ્રદેશમાં સ્થાનીક ચુંટણીઓ યોજાઇ રહી છે.ત્યારે ચુંટણી પ્રચારના કારણે જે વિશાળ મેદની એકઠી થઇ રહે છે જેના કારણે સંક્રમણનો ખતરો છે તેથી નાયડુને પ્રચારમાં ન જવા માટે સુચના અપાઇ હતી.પરંતુ તેઓએ જવાનો આગ્રહ રાખતા તેમને વિમાનમથકે રોકી દેવામાં આવ્યા છે.આમ રાજયમાં ચુંટણી પ્રચારમાં કોઇ મોટા નેતાને સામેલ ન કરવા તેમજ પ્રચારથી દુર રાખવા રાજય સરકારે નિર્ણય લીધો છે.જેના ભાગરૂપે આ પગલુ લેવામાં આવતા નાયડુ વિમાનમથક ઉપર જ ધરણા ચાલુ કરી દીધા છે.