બોલિવુડ અભિનેતા અનુપમ ખેરના પત્ની કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત છે.જેમની છેલ્લાં ચાર મહિનાથી કોકિલાબહેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આમ 68 વર્ષના બોલિવુડ અભિનેત્રી મલ્ટીપલ માઇલોમાથી પીડિત છે.જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે.આમ કિરણ ખેરના સાથી તેમજ ભાજપના ચંદીગઢના સભ્ય અરૂણ સૂદે પ્રેસ કોન્ફરન્સમાં કિરણ ખેરની બીમારી અંગે ખુલાસો કરતાં કહ્યું હતું કે કિરણ ખેર ગયા વર્ષથી પોતાની સારવાર કરાવી રહ્યા છે અને અત્યારે રિકવરીની રાહ પર છે.સૂદે કહ્યું કે ગયા વર્ષે તેમને પોતાના ચંદીગઢના ઘરમાં હાથમાં ફ્રેકચર થયું હતું.ત્યારબાદ તેમની ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સારવાર દરમ્યાન તેમાં મલ્ટીપલ માઇલોમાની શરૂઆતના લક્ષણ જોવા મળતા તેમને 4 ડિસેમ્બર 2020ના રોજ મુંબઇ સારવાર માટે એરલિફ્ટ કરાયા.ત્યારથી તેમની સતત સારવાર ચાલી રહી છે.આમ કિરણ ખેર છેલ્લાં ચાર મહિનાથી પોતાની સારવાર કરાવી રહ્યા છે અને તેમને દરરોજ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ જવું પડે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved